Description
ભગવાન શિવના ૧,૦૦૮ નામોની યાદી પરંપરાગત રીતે શિવ સહસ્રનામ (સહસ્રનામાવલી) તરીકે ઓળખાય છે. આ નામો, દરેકનો એક અનોખો અર્થ અને મહત્વ છે, જે મહાભારત અને લિંગ પુરાણ સહિત વિવિધ હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે.
આ ભવ્ય કલાકૃતિ ભગવાન શિવ ના દિવ્ય છબીને જીવંત બનાવે છે. આર્ટલાઇન પેન ૦.૪ ,૦.૫, શોફ્ટ પેસ્ટલ અને કલર પેન્સિલ થી બનાવેલા ,કલાકારે મંડાલા સ્ટાઇલ તથા કેલીગ્રાફીનો ઉપયોગ કરી રાઉન્ડ શેઇપમાં ભગવાન શિવ ના ૧૦૦૮ નામ દર્શાવેલ છે સાથે બાર જ્યોતિર્લિંગ ના નામનો આકર્ષક બોલ્ડ અક્ષરમાં લખાણ ના વળાંકો સીધા હૃદય ને સ્પર્શી જાય છે.આ ઉપરાંત ચિત્રની બોર્ડર પર લીંપણ આર્ટ દ્વારા બનાવાયેલ સ્ક્વેર ડીઝાઇન માં સ્ક્વેર મીરરનો શણગાર અને કોર્નર પર ઓમ અને સ્વસ્તિક ની ગોઠવણી, શિવલિંગ અને બિલીપત્રનો શણગાર તેમની દિવ્ય હાજરીનો અહેસાસ કરાવે છે.તથા ચિત્ર ઉપર નું રેઝીન વર્ક શોભા માં અભિવૃદ્ધિ કરતું લાગે છે.આ ચિત્ર ફક્ત કલાનો એક ભાગ નથી , પરંતુ ભક્તિ અને શાશ્વત પ્રેમ નું પ્રતિબિંબ છે.તે દરેક શિવ પ્રેમીને મોહિત કરે છે અને આત્મા ને શાંતિ અને આધ્યાત્મિક આનંદ અને ઉલ્લાસ થી ભરી દે છે.
આર્ટીસ્ટ હિતેન્દ્ર નાગાણી
૯૮૨૪૪૫૮૯૯૬












Reviews
There are no reviews yet.